LICની ‘જીવન ઉમંગ’ પૉલિસી લૉન્ચ: 100 વર્ષ સુધી કવર, શાનદાર રિટર્નની ગેરંટી

LICની ‘જીવન ઉમંગ’ પૉલિસી લૉન્ચ: 100 વર્ષ સુધી કવર, શાનદાર રિટર્નની ગેરંટી


લાઇફ ઇન્શયોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)એ લાંબાગાળાની અક્ષયનિધિ પૉલિસી ‘જીવન ઉમંગ’ લૉન્ચ કરી. આ પૉલિસીમાં 100 વર્ષ સુધી આઠ ટકા વાર્ષિક રિટર્ન સહિત આવક અને સુરક્ષા મળશે. ‘જીવન ઉમંગ’ પૉલિસીને મંગળવારના રોજ લૉન્ચ કરાઇ. થોડાંક દિવસ પહેલાં એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા હતા કે એલઆઇસી પોતાની નવી યોજના ‘જીવન ઉમંગ’ પર 8 ટકા વાર્ષિક કંઇ રીતે વ્યાજ આપવામાં સફળ થઇ શકશે.

આવો જીવન ઉમંગ સાથે જોડાયેલી 10 ખાસ વાતો અંગે આપને જણાવીએ

– એલઆઇસી જીવન ઉમંગ યોજના 16 મે થી ઉપલબ્ધ થઇ છે. આ એક ગેર-લિંક યોજના એટલે કે આ વીમા પોલિસી બજાર જોખમ રહિત યોજના છે
– એલાઇસીના અધ્યક્ષ વીકે શર્માનું કહેવું છે કે આ યોજનામાં પ્રીમિયમ પૂરી થવાથી લઇને 99 વર્ષની ઉંમર સુધી વાર્ષિક લાભ મળશે અને પૉલિસી પાકતા કે પૉલિસીના સમયગાળા દરમ્યાન ઇન્શયોર્ડ વ્યક્તિના નિધન પર નોમિનેટ વ્યક્તિને એકસામટી રકમ મળશે
– આ પ્લાનની ખાસિયત એ છે કે જો પ્રીમિયમ પૂરું થાય ત્યાં સુધી તમામ હપ્તા ચૂકવ્યા છે તો ઇન્શયોર્ડ વ્યક્તિને એક ન્યૂનતમ ગેરેંટેડ રકમ મળશે
– એલઆઇસીની જીવન ઉમંગ યોજના 90 દિવસથી લઇને 55 વર્ષ સુધીની વ્યક્તિ માટે ઉપલબ્ધ છે
– આ પૉલિસી માટે પ્રીમિયમ 25,000 કે તેના ગુણાંકમાં 15,20,25,30ના વિકલ્પોમાં હશે. તેમાં જીવન વીમા કવરેજ આજીવન રહે છે, તેના માટે અલગથી કોઇ પ્રીમિયમ આપવું પડતું નથી
– માત્ર નક્કી કરેલ સમય મર્યાદા 15, 20, 25 કે 30 વર્ષ માટે પ્રીમિયમની ચૂકવણી કરતા આ યોજનાથી તમને જીવન વીમાના 8 ટકા જીવનભર માટે દર વર્ષે મળે છે.
– જો તમે રોકાણની દ્રષ્ટિથી જોઇ રહ્યા છો તો પણ આ પૉલિસી ઘણી રીતે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે
– એલઆઇસીની એક એકલ પ્રીમિયમ વાળી રિટાયર્ડ લાભ લેનાર યોજના (એન્યુટી પ્લાન) ‘જીવન અક્ષય’ની પણ ગયા વર્ષે સારી ડિમાન્ડ જોવા મળી. તેના પ્રીમિયમમાં 81.6 ટકાની જોરદાર વૃદ્ધિ હતી.