આદેશ:11 વર્ષ જૂના અકસ્માત કેસમાં 45 લાખ ચૂકવવા કોર્ટનો હુકમ, અકસ્માતમાં વરાછાની મહિલાનું મોત થયું હતું

પ્રતિકાત્મક તસવીર

 11 વર્ષ અગાઉ પૂર્વે અકસ્માતમાં મૃત્યુ પામનાર 40 વર્ષીય મહિલાના પરિજનો દ્વારા અકસ્માત વળતર ધારા હેઠળ કરેલાં કેસમાં કોર્ટે વ્યાજ સાથે 45 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. ટ્રકની વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહે દલીલો કરી હતી. કેસની વિગત મુજબ વરાછાની વઘાસિયા ફેમિલીને 22મી ઓકટોબર, 2010ના રોજ વડોદરા ખાતે લગ્નમાં જતાં સમયે હાઇવે પર લકઝરી અ્ને ટ્રકના અકસ્માતમાં મહિલાનું ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યુ હતુ. આથી પરિવારજનો દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જ્યાં દલીલ કરવામાં આવી હતી કે મહિલા વાર્ષિક રૂપિયા 1.60 લાખ કમાતી હતી. પરિવારે રૂપિયા 28 લાખના વળતરની માગ કરી હતી.